પરપ્રાંતી શખ્સ બાળકનું અપરણ કરવાની ફિરાકમાં હોવાનો લોકોએ દાવો કર્યો
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા બહાર છેલ્લા બે દિવસથી શંકાસ્પદ હાલતમાં આટા ફેરા મારતા એક શખ્સને જાગૃત લોકોએ ઝડપી લઇ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો આ શખ્સ શાળામાં ભણતા વિદ્યાર્થીનું અપરણ કરવાની ફિરાકમાં હોવાનું લોકોએ જણાવ્યું છે.
સમગ્ર બનાવી અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ શહેરના વડવા વિસ્તારમાં આવેલી મસાણી સ્કુલ બહાર લોકોના ટોળા એકઠા થયા હતા અને મુરાદાબાદ જિલ્લાના નીરજ નામના પરપ્રાંતીય ભૈયાને સ્થાનિક જાગૃત નાગરિકોએ ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી આ અંગે લોકોએ જણાવ્યું હતું કે આ નીરજ નામનો શખ્સ છેલ્લા બે દિવસથી સ્કૂલ બહાર આટા ફેરા મારતો હતો તેની પાસેથી મીઠાઈ તથા બિસ્કીટના પેકેટ મળી આવ્યા છે અને પૂછપરછમાં ગોળ ગોળ વાતો કરતો હોવાનું જણાવ્યું હતું આ ભૈયો શાળામાં ભણતા કોઈ વિદ્યાર્થીનું અપરણ કરવાની મેલી મુરાદ ધરાવતો હોવાનું લોકોએ જણાવ્યું છે લોકોએ સ્થળ પર જ આ શખ્સને મેથીપાક આપી એ ડીવિઝન પોલીસને હવાલે કર્યો હતો આ અંગે પોલીસે શખ્સનો કબ્જો લઈ પૂછપરછ હાથ ધરી છે.
રિપોર્ટર ગિરીશભાઈ સરવૈયા
