રાજકોટ કોર્ટે સી જે ચાવડા વિરુદ્ધ કાઢેલા ધરપકડ વોરંટના મામલે ધારાસભ્ય સી જે ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સમાધાન થઇ ગયેલ છે.
રાજકોટમાં 4 કોંગ્રેસ નેતાઓ સામે ધરપકડ વોંરટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ નેતા પર કરેલ બદનક્ષી કેસમા કોર્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા અને અંગત મદદનીશ વિરુદ્ધ કાર્યવાહી ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. ત્યારે કોર્ટમાં વારંવાર મુદ્દતે હાજર ન રહેતા અંતે કોર્ટ ધરપકડ વોરંટ ઇસ્યું કરવામાં આવ્યું છે. ત્યારે સહારા ઇન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડના કોંભાડનો આરોપ લગાવ્યો હતો. જોકે આક્ષેપ બાદ રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. ત્યારે નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં દાવો માંડ્યો હતો. ઉલ્લેખનિય છે કે સીજે ચાવડા હાલ ભાજપમાં ના ધારાસભ્ય છે.
માનહાનિનો દાવો કરવામાં આવ્યો
ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર અને રાજકોટ માં માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગરમાં સમાધાન થયું છે અને રાજકોટ માં પેન્ડિંગ છે. 2 મુદત દરમિયાન અમે હાજર રહ્યા ન હતા માટે વોરંટ કાઢવામાં આવ્યું છે. અમારા વકીલ જે કાર્યવાહી કરવાની હશે તે કરશે. વિજય રૂપાણીએ ખુદ ગાંધીનગર કોર્ટમાં આવી દાવો પાછો ખેંચ્યો હોવાનો કોર્ટે કાઢેલા વોરંટ બાદ શૈલેષ પરમારે દાવો કર્યો હતો.
રાજકોટ કોર્ટે સી જે ચાવડા વિરુદ્ધ કાઢેલા ધરપકડ વોરંટનો મામલે ધારાસભ્ય સી જે ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. કોર્ટમાં ચાલતા બે કેસને લઇ તેઓએ કહ્યું હતું કે ગાંધીનગર કોર્ટમા અગાઉ સમાધાન થયુ હતું. 21 માર્ચના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે ત્યારે હાજર રહીશું. ત્યાં બીજો કેસ એક નોધાયો હતો. સમાધાન થઇ ગયેલ છે માત્ર એ દીવસે કોર્ટ મા હાજર રહેવાનું છે તેમ સીજે ચાવડાએ જણાવ્યું હતું.
sorce by
https://www.vtvgujarati.com/news-details/arrest-warrant-against-4-including-2-gujarat-mlas
