ભાવનગર રેલ્વે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ ચૂકાદો જાહેર કર્યો
રેલ્વે ના અધિકારીને 2 વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂપિયા 25,હજારનો દંડ ફટકાર્યો
ભાવનગર તા.20
તાજેતરમાં ભાવનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મા આ કેસ રેલ્વે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં એક યુવતી ભાવનગર મુખ્ય રેલ્વે ટર્મિનસ થી ધોળા જવા ટ્રેનની રાહે વેઈટીંગ રૂમમાં બેઠી હોય એ દરમ્યાન રેલ્વે મા ફરજ બજાવતા જગદીશ ઉમા નૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશ્યિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી એ રૂમમાં બેસાડી હતી જયાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલાં કરી બિભત્સ માંગણી કરી હતી આ અંગે યુવતીએ રેલ્વે કર્મી જગદીશ વિરુદ્ધ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતાં આ કેસ ભાવનગર રેલ્વે કોર્ટમાં ચાલતા જજ એ માત્ર છ માસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની ઔપચારિકતા પૂર્ણ કરી લેખિત મૌખિક જૂબાની તથા દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલ ની તર્કબદ્ધ દલિતો ધ્યાનમાં રાખીને આરોપી જગદીશને તકસીરવાન ઠેરાવી ગુના સંદર્ભે આરોપીને બે વર્ષ ની સખ્ત કેદની સજા સાથે રૂપિયા 25,000/-નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સજાની જોગવાઈ કરી છે.
રિપોર્ટ ગિરીશભાઈ સરવૈયા
