ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ- ૧૪૦૪ કિ.રૂ.૨,૭૫,૮૯૨/- તથા ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૧૪,૯૦,૮૯૨/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવ્રૃતિ નેસ્તનાબુત કરવા સુચના આપેલ.
આજરોજ તા.૨૧/૦૨/૨૦૨૫ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. હારિતસિંહ ચૌહાણ ને બાતમીરાહે હકિકત મળેલ કે, “ નં.(૧) નિતેશભાઇ ઉર્ફે નીતીન હકાભાઇ વાઘેલા તથા નં.(૨) રાહુલભાઇ હકાભાઇ વાઘેલા રહે.બંન્ને આખલોલ જકાતનાકા, સ્વપ્નસાકાર સોસાયટી, ભાવનગર તથા નં.(૩) જયપાલભાઇ નરેશભાઇ ચાવડા રહે.સીદસર રોડ, હીલપાર્ક, મુળગામ રહે.તણસા તા.ઘોઘા, જી.ભાવનગર વાળાઓ તેની સફેદ કલરની સ્ક્રોપીયો ફોર વ્હીલ ગાડી જેના રજી.નં.GJ-18-EB-4456 માં ગેર કાયદેસર પરપ્રાંતિય ઇગ્લીંશ દારૂનો જથ્થો ભરી વેંચાણ માટે લાવેલ છે. અને તે દારૂ ભરેલ ફોર વ્હીલ ગાડી લીલાસર્કલ થી સીદસર જવાના રોડ ઉપર શિવ શક્તિ ફેબ્રીકેશન નામની વેલ્ડીંગની દુકાનની બાજુમાં આવેલ “ગઢ પુરધામ” નામનું વિશાલભાઇ છગનભાઇ ભટૃના મકાનમાં ભાડેથી રહેતાં જયપાલભાઇના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનનાં ફળીયામાં સંતાડી રાખેલ છે. અને તેઓ ત્રણેય ફોર વ્હીલમાંથી દારૂ સગેવગે કરે છે.” જે બાતમીવાળી જગ્યાંએ રેઇડ કરતાં નીચે મુજબનો માણસો નીચે મુજબના ગેર કાયદેસર ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે મળી આવેલ છે. તેના વિરૂધ્ધ ભાવનગર શહેર, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓ: –
1. નિતેશભાઇ ઉર્ફે નીતીન હકાભાઇ વાઘેલા ઉવ.૨૬ ધંધો.મજુરી
2. રાહુલભાઇ હકાભાઇ વાઘેલા ઉવ.૨૫ ધંધો.મજુરી રહે.બંન્ને આખલોલ જકાતનાકા, ટોયોટા શો-રૂમવાળા ખાંચામાં, સ્વપ્નસાકાર સોસાયટી, પરેશભાઇ કાળુભાઇ સોડાગરાના મકાનમાં ભાડેથી, ભાવનગર
3. જયપાલભાઇ નરેશભાઇ ચાવડા ઉવ.૨૮ ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.સીદસર રોડ, હીલપાર્ક, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની બાજુમાં વિશાલભાઇ છગનભાઇ ભટૃના મકાનમાં ભાડેથી, ભાવનગર મુળગામ રહે.તણસા તા.ઘોઘા, જી.ભાવનગર
4. રાજુરામ સોગારામ વિશ્નોઇ રહે.પમાણા ગામ, પાલવાડી, જી.ઝાલોર રાજ્ય-રાજસ્થાન (પકડવાનો બાકી.)
કબ્જે કરેલ મુદ્દામાલ:
1. રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ ML ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૪૪ કિ.રૂ.૬૭,૨૪૮/-
2. રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રીમિયમ વ્હિસ્કી 180 ML ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૧૦૪ કિ.રૂ.૧,૩૫,૭૯૨/-
3. રોયલ સ્ટેગ સુપીરીયર વ્હિસ્કી 750 ML ફોર સેલ ઇન પંજાબની બોટલો નંગ-૧૫૬ કિ.રૂ.૭૨,૮૫૨/-
4. સફેદ કલરની મહીન્દ્રા કંપનીની સ્ક્રોપીયો ફોર વ્હીલ રજી.નંબર GJ-18-EB-4456 કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/-
5. મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/-
6. મકાનનું લાઇટ બીલ કિ.રૂ.૦૦/-
7. ફોર વ્હીલ ગાડીનું ફાસ્ટેગ કાર્ડ કિ.રૂ.૦૦/-
8. ફોર વ્હીલ ગાડીનું સર્વિસ બીલ કિ.રૂ.૦૦/- સહીત મળી કુલ કિ.રૂ.- ૧૪,૯૦,૮૯૨/- નો પ્રોહીબિશનનો મુદ્દામાલ.
કામગીરી કરનાર:
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, અરવિંદભાઇ મકવાણા, ચંન્દ્રસિંહ વાળા, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, મજીદભાઇ સમા, મહેશભાઇ કુવાડીયા
