તા.૨૨/૦૨/૨૦૨૫
અપહરણ-પોક્સો જેવા ગંભીર ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર S.O.G.
ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી ગોત્તમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર તથા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ સુચના કરેલ હોય તેમજ અપહરણ જેવા ગંભીર ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડવા અંગેની સુચના આપેલ.
જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.યુ.સુનેસરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.પોલીસ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન જેસર બસ સ્ટેશન પાસે આવતા એસ.ઓ.જી. પોલીસને હકિકત મળેલ કે જેસર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સગીરબાળાને લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવાના ગુનામા નાસતા ફરતા આરોપી આશિષ ભનુભાઇ ચાવડા ઉ.વ ૧૯ રહે ગામ ઇગોરાળા ડાંડ તા.લીલીયા જી.અમરેલીવાળો જેસર પો.સ્ટે.ના ગુ.ર.નં ૧૧૧૯૮૦૨૫૨૪૦૩૫૫/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૧૩૭(૨) ,૭૫, ૫૪, ૩૫૧(૨), ૩૫૧(૩),૬૪(૨) (આઇ), (૧) તથા પોકસો કલમ-૪, ૮, ૧૭, ૧૮ વિ.મુજબના ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સી.પી આઇ કચેરી પાલીતાણા ખાતે હસ્તગત કરી સોપી આપેલ છે.
આરોપી:- આશિષ ભનુભાઇ ચાવડા ઉ.વ ૧૯ રહે ગામ ઇગોરાળા ડાંડ તા.લીલીયા જી.અમરેલી
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-
એસ.ઓ.જી.ના I/C પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.યુ.સુનેસરા નાઓ તથા એ.એસ.આઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ.ગુલમહંમદભાઇ કોઠારીયા તથા પો.કોન્સ. મિનાજભાઈ ગોરી, હરપાલસિંહ ગોહિલ, પાર્થભાઇ પટેલ, ધર્મદીપસિંહ જાડેજા જોડાયા હતા.
