રાજકોટ: જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી એક સગીરા સાથે વિધર્મી યુવક દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ સગીરાના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અવારનવાર સગીરાને બનાવી હવસનો શિકાર
બનાવની જો વિગતવાર વાત કરીએ તો, સગીરાના માતા-પિતાએ તેને અભ્યાસ અર્થે મોબાઈલ આપ્યો હતો. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરનારી સગીરા સાથે 21 વર્ષીય સરફરાજ ભટ્ટી નામના સોશિયલ મીડિયા ફ્રેન્ડ દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ રાજકોટ રૂરલના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે.
આ પણ વાંચો:
સુરત: છરીની અણીએ રાહદારીઓને બનાવતા લૂંટનો શિકાર, 4 આરોપીઓને પોલીસે દબોચ્યા
સોશિયલ મીડિયા થકી મુલાકાત કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ધોરણ 10માં અભ્યાસ કરનારી અને 14.5 વર્ષની ઉંમર ધરાવનારી સગીરાનો સંપર્ક છ મહિના પૂર્વે સ્નેપચેટના માધ્યમથી આરોપી સરફરાજ ભટ્ટી સાથે થયો હતો. ત્યારબાદ સ્નેપચેટના માધ્યમથી બંને વચ્ચે વાતચીત પણ થતી હતી. ત્યારબાદ સગીરાને આરોપી વચ્ચે મુલાકાત પણ. ત્યારે સરફરાજ ભટ્ટી દ્વારા પોતાના તેમજ સગીરાના સાથે હોય તેવા ફોટા પાડી લેવામાં આવ્યા હતા.
બ્લેકમેલ કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
જોકે સગીરા જ્યારે પોતાના ઘરે એકલી હતી ત્યારે સરફરાજ ભટ્ટી તેના ઘરે પહોંચ્યો હતો અને તેણે પોતાની પાસે રહેલા ફોટો બતાવી વિદ્યાર્થીની સાથે શરીર સંબંધ બાંધવા દેવા કહ્યું હતું. પરંતુ વિદ્યાર્થીની દ્વારા ના પાડવામાં આવતા સરફરાજ ભટ્ટીએ પોતાની પાસે રહેલા ફોટા વાયરલ કરી દેશે તે પ્રકારની ધમકી આપી તેની સાથે અવારનવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આ પણ વાંચો:
વલસાડ: મહિલાઓ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરતો, 6 લોકોનો હત્યારો ઝડપાયો, પૂછપરછમાં થયો ખુલાસો
આરોપી સામે પોક્સો અને રેપનો ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરફરાજ ભટ્ટી તેમજ વિદ્યાર્થીનીને તેની માતા જોઈ જતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જેથી વિદ્યાર્થીનીની માતા દ્વારા મામલે આટકોટ પોલીસ સ્ટેશન ખાતે સરફરાજ ભટ્ટી વિરુદ્ધ પોક્સો તેમજ રેપ સહિતની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સરફરાજ ભટ્ટી છૂટક મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પરિવારજનોનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
