02

ટેનિસ કે લોન ટેનિસએ મૂળભૂત રીતે, તેના માટેના નિર્ધારિત ખુલ્લા મેદાનમાં રમાતી પાવર ગેમ છે. કાંડાની તાકાત, આંખની એકાગ્રતા અને ચપળ મુવમેંટની સાથે વિપુલ ઊર્જા આ રમત માટે જરૂરી છે. આ રમતને પ્રોત્સાહિત કરવા 2018 થી ટેનિસ પ્રિમિયર લીગ હેઠળ વ્યક્તિગત અને ટીમ હરીફાઈઓ નિયમિત સમયના અંતરે ભારતના મોટા શહેરોમાં યોજાય છે.
