01


અમદાવાદઃ ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે સતત પ્રયાસો થતા રહ્યા છે, આવામાં હવે ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ સાથે ટુરિઝમના કનેક્શનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુસાફરીની સાથે ક્રુઝની લગભગ 120 કિલોમીટર જેટલી લાંબી સફર પણ માણવા મળશે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ક્રૂઝનો રૂટ હશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેટલો ખર્ચ કરવામાં આવશે તેનું સરવૈયું પણ કાઢવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટ માટે વિવિધ કામગીરી ગુજરાત અને મધ્યપ્રદેશ દ્વારા શરુ કરવામાં આવી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. બે સ્થળોને જોડવા માટે પાણીની સાથે રોડની મુસાફરીને પણ સાંકળી લેવામાં આવશે. (ક્રૂઝની તસ્વીર સાંકેતિક છે)
