મહેસાણા: મહેસાણા જિલ્લામાં હવે પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. મોટાભાગના ખેડૂતો પારંપારિક ખેતીને છોડીને બાગાયત ખેતીને અપનાવી રહ્યા છે. મહેસાણાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ખેડૂત અબ્બાસભાઈ અરજીભાઈ ધરખડ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીની સાથે બાગાયત ખેતી કરીને જામફળની ખેતીમાં સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.
ખેડૂત અબ્બાસભાઈએ એક થી દોઢ વિઘામાં જામફળના છોડ આણંદથી લાવી વાવ્યા હતા અને થોડા વર્ષો બાદ અત્યારે દર પાંચ દિવસના અંદાજે 70 થી 80 કિલો જામફળનો ઉતારો મેળવી રહ્યા છે અને બજારભાવ કિલોનો ભાવ 50 રૂપિયા સારો મેળવી રહ્યા છે. અત્યારે કુલ સાત વિઘાથી લઈને 8 વિઘા જમીનમાં જામફળનું વાવેતર કરેલ છે. આ ઉપરાંત જામફળની વચ્ચે વરિયાળીનું વાવેતર કર્યું છે એટલે ઉત્પાદનમાં વધારો પણ જોવા મળે છે.
ખેડૂત અબ્બાસ ભાઈના પુત્ર ડૉ. એહમદ અબ્બાસ ધરખડ છે, જેઓ હોમિયોપેથી ડૉક્ટર હોવા છતાં ખેતી પિતાની સાથે જોડાઈ સારી પ્રાકૃતિક ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે શરૂઆતમાં તેઓ જિલ્લા ચાલુ પદ્ધતિથી પારંપારિક ખેતી કરતા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી બાગાયત ખેતી શરૂ કરી છે અને તેમાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આ પણ વાંચો:
પરંપરાગત ખેતી છોડો, આ ખેતીમાં ઓછી મહેનતે વધુ નફો છે, વર્ષે લાખોની કમાણી
“ખાસ ચાર મહિનામાં અમારા આ ફળની સીઝન હોય છે અને આ સીઝનમાં અમને ફક્ત એક વિઘામાં આવક 70,000 રૂપિયાથી વધુ રકમ મળવાની પૂરી શક્યતા છે. સાથે આંતર ખેડ કરી અમે વરિયાળીનું પણ વાવેતર કર્યું છે જેને લઈને તેની પણ આવક સારી થશે. અમારા આ જામફળના વાવેતરના અનુભવને લઈ અમે બીજા 7 વિઘામાં જામફળનું વાવેતર કર્યું છે. અને એ માટે અત્યારે અમે ભાવનગરના તાઇવાન પિંક જામફળના છોડ ભાવનગરથી લઈ વાવ્યા છે.”
આ પણ વાંચો:
મહિલાઓની પ્રિય પાણીપુરીમાં ભાવમાં વધારો, હવે આટલા રૂપિયા મળશે એક પ્લેટ
બીજા લોકોને પણ રોજગારી
અબ્બાસભાઈ ખેડૂતને ત્યાં જામફળના ફાર્મમાં ખેત મજૂરી કરી રહેલ દિલીપ ઠાકોરના જણાવ્યા મુજબ “તેમની સાથે પાંચ ખેત મજૂર કામ કરી રહ્યા છે જેમને પણ સારી રોજગારી મળી રહી છે, વરિયાળી તેમજ
ગલગોટાના આંતરપાકથી વધારે આવક પણ મેળવી રહ્યા છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
