Explore

Search
Close this search box.

Search

October 19, 2025 5:36 pm

નવીનતમ સમાચાર
best news portal development company in india

ભરુચઃ અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ, 4 કામદારોના મોત

ભરુચઃ અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી રહી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્ષ કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે. જ્યારે બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત નીપજ્યા છે. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. હાલ GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ એક ઔધોગિક દુર્ઘટના સામે આવી છે. જ્યાં ચાર શ્રમિકોના ભોગ લેવાયા છે. અચાનક જ આ દુર્ઘટના બનતાં કામ કરી રહેલા ચાર લોકો મોતને ભેટ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્ષ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે.

News18

આ પણ વાંચો: 
કૌભાંડી ભૂપેન્દ્રસિંહને બચાવવા ખોટા મેસેજ વાયરલ, રોકાણકારોને કહ્યું- કોઇના પૈસા ક્યાંય જ નહીં ડૂબે, બસ ફેવરમાં રહેજો

બીજી બાજુ, બોયલરમાં બ્લાસ્ટ થયો હોવાની પ્રથામિક માહિતી મળી રહી છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ ખામીના લીધે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે. ઘટનાને પગલે કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે તમામ કામદારોને મેઈન ગેટ તરફ લઇ જવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી છે અને કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બ્લાસ્ટ થવા પાછળનું કારણ જાણવા પણ તજવીજ હાથ ધરી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જન્માક્ષર
જીવંત ક્રિકેટ સ્કોર