મોડી રાત્રે પોલીસ ને બાતમી મળતા મહુવા ના
ભવાની નગર વિસ્તારમાંથી દારુ નો ખુબજ મોટો જથ્થો ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ
મહુવા ના બાહોશ કર્તવ્યનિષ્ઠ એ એસ પી
શ્રી અંશુલ જૈન સાહેબ તેમજ મહુવા પી.આઇ શ્રી એચ જી ભરવાડ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા લાલ ખાંભા વિસ્તાર ભવાનીનગરમાં દારૂ ના કટીંગ દરમ્યાન પોલીસ ની મોટી કાર્યવાહી ..દારૂ નુ કટીંગ કરતા ચાર આરોપી ને જડપી પાડયા હતા..
મહુવા ગાંધી બાગ વિસ્તાર ના જમાદાર કપિલ ભાઈ જોષી ની બાતમી થી 894 પેટી દારૂ પકડ્યો .61 લાખ રૂપિયા ના દારૂ મા 13 અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ તેમજ બિયર મળી 894 પેટી મા 23480 નંગ બોટલ તથા 48 લાખ ના 12 વાહનો 4 મોબાઇલ ફોન મળી એક કરોડ 10 લાખ 13 હજાર 328 રૂપિયા ના મુદ્દામાલ સાથે ચાર આરોપી ને ઝડપી પાડયા હતા
ભવાની નગર માં આઇસર ભરેલું દારૂ નું કટિંગ થતું હતું ત્યારે પોલીસ ત્રાટકતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો દારુ નુ કટિંગ થતું હોય ત્યારે પોલીસે રેડ કરતા દારુ ના બુટલેગરો ના રંગ માં ભંગ પડ્યો હતો
આયસર અને ફોરવિલ અને મોટર સાયકલ સાથે વાહનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા ક્યાંથી દારૂ આવ્યો ક્યાં જતો હતો તે દિશા મા તપાસ ચાલુ ..મહુવા ડીવીઝન નો અત્યાર સુધી નો સૌથી હમોટો જથ્થો પકડી પાડ્યો છે ..
થર્ડ આઇ એકસપ્રેસ રીપોર્ટર-સંદીપ સોની
