પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પોલીસ સ્ટેશન તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી દીલાવરખાન ઉર્ફે દીલો ઉર્ફે મામા ઉસ્માનખાન પઠાણ રહે.તળાજા, જી-ભાવનગર હાલ રહે. સુરતવાળો હાલ ભાવનગર શહેરમાં બસ સ્ટેશન મેઇન ગેટ સામે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
> નાસતા-ફરતાં આરોપી :-
દીલાવરખાન ઉર્ફે દીલો ઉર્ફે મામા ઉસ્માનખાન પઠાણ ઉવ.૪૨ ધંધો. રીક્ષા ડ્રાઇવીંગ રહે. તળાજા, કરીમદાદાની વાડી, મેમણ કોલોની પાસે સરતાનપર રોડ જી. ભાવનગર હાલ સુરત વરાછા ઢાળ, સામુબા હોસ્પીટલ પાસે, બસના પાર્કીંગ પાસે રોડ ઉપર
– આરોપીને પકડવાનો બાકી ગુન્હો:-
1. નિલમબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.-૧૧૧૯૮૦૦૧૨૩૦૦૯૯/૨૦૨૩ I.P.C. કલમ.-૪૦૬,૪૨૦,૪૬૭, ૪૬૮,૧૭૧, વિગેરે મુજબ.
2. પાલીતાણા ટાઉન પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૩૦૦૬૫/૨૦૨૩ I.P.C. કલમ.-૪૦૬,૪૨૦,૪૬૭, ૪૬૮,૧૨૦, વિગેરે મુજબ.
> કામગીરી કરનાર:–
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા, સોહીલભાઇ ચોકીયા, મહેશભાઇ કુવાડીયા
