શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ રહેણાકના મકાનમાંથી લાખોની મત્તા ની ચોરી
તસ્કરો તાળા તોડી સોનાચાંદી ના ઘરેણા સહિતની માલમત્તા ની ચોરી કરી નાસી છૂટ્યા
જેમના ઘરે ચોરી થઈ તેઓ ભારતીય વાયુસેના મા ફરજ બજાવી ચૂકેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.
શહેરના નારી વિસ્તારમાં આવેલ ખોડીયારનગર વિસ્તારમાં તસ્કરોએ લાખોની મત્તા ની ચોરી કરી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના વરતેજ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ ખોડિયારનગર વિસ્તારમાં ધંધુકા ખાતે નોકરી કરતા બીનાબેન નામના મહિલા નું ઘર આવેલું છે.બીનાબેન તેમના સૈનિક પતિ સાથે અહીં છેલ્લા 4 વર્ષ થી વસવાટ કરે છે.ગતરોજ બીનાબેન તેમના કામ પર તેમજ તેમના પતિ પણ બહાર હોય ત્યારે બીનાબેન ના ભાઈ અહીં ઝાડપાન ને પાણી પીવડાવવા માટે આવતા ઘર નું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.જે બાદ પરિવાર ને જાણ કરતા ઘરની અંદર તપાસ કરતા તેમના ઘર ની અંદર રાખેલા લાખોની કિંમત ના દાગીના તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ચોરીના બનાવની જાણ થતા વરતેજ પોલીસ ની ટીમ દ્વારા તાત્કાલિક બનાવસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે બીનાબેન ની ફરિયાદ ને આધારે પોલીસે તસ્કરો ને મુદ્દામાલ સાથે ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.
રિપોર્ટર ગિરિશભાઈ સરવૈયા
