પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી/માણસોને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી કાઢવા માટે સુચના આપેલ.
તા.૧૯/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બીના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, “શરદભાઇ લીંબાભાઈ ચાવડા રહે. શાંતીનગર ચિત્રા ભાવનગરવાળો તેના પેન્ટના નેફામાં ગેર કાયદેસર દેશી તમંચો જેવુ હથીયાર રાખી ભાવનગર શહેર, ભાવનગર-રાજકોટ હાઇવે રોડ, ચિત્રા, મસ્તરામ મંદીરની સામે, કોલી લોજ પાસે જાહેરમાં ઉભો છે. અને તેણે સફેદ જેવા કલરનો પ્રીન્ટેડ શર્ટ તથા રાખોડી જેવા કલરનું પેન્ટ પહેરેલ છે.” જે મળેલ બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી પાસેથી ગેરકાયદેસર નીચે મુજબના વર્ણનવાળો તમંચો તથા જીવતો કાર્ટીસ સાથે હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
– પકડાયેલ આરોપી :-
શરદભાઇ લીંબાભાઈ ચાવડા ઉવ.૩૨ ધંધો મજુરી રહે. ૧૨૪ શાંતીનગર ચિત્રા ભાવનગર
> કબ્જે કરેલ મુદ્દામાલ :-
1. લોખંડની ધાતુનો દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/-
2. પીળી ધાતુનો જીવતો કાર્ટીસ નંગ-૦૧ ની કિ.રૂ.૧૦૦/-
> કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના ડી.બી.ભંડારી, સોહીલભાઇ ચોકીયા, ઇમ્તિયાઝખાન પઠાણ, બળદેવભાઇ રતનશંગભાઇ
