પાનવાડી વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર ના તાળા તોડી દાનપેટી માંથી રોકડ રકમની ચોરી
અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ : મંદિરમાં ચોરીને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
ભાવનગર તા.૧૯
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ એક મંદિર તાળા તોડી દાન પેટીમાં રાખેલ રોકડ રકમની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર થઈ જતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમગ્ર બનાવવા અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના પાનવાડી વિસ્તારમાં બીએસએનએલ કચેરીવાળા રોડ પર રવિ ફ્લેટની સામે વર્ષો જૂનું મેલડી માતાનું મંદિર આવેલું છે લોઢાના દાંત વાળા મેલડી માં તરીકે ઓળખાતા આ મંદિરમાં ગત રાત્રીના સમયે કોઈ અજાણા શખ્સો એ દાનપેટી તોડી તેમાં રહેલ રોકડા રૂપિયા 5,000 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવવાની જાણ મંદિરમાં દેખરેખ રાખતા શ્રદ્ધાળુઓ તથા અન્ય માઈ ભક્તો ને થતા શ્રદ્ધાળુઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે આ અંગે શ્રદ્ધાળુઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ ગીરીશભાઈ સરવૈયા
