Explore

Search
Close this search box.

Search

October 19, 2025 5:34 pm

નવીનતમ સમાચાર
best news portal development company in india

વુહાન લેબમાંથી આવી રહ્યો છે વધુ એક ખતરનાક વાયરસ! તો શું ફરીથી વિશ્વભરમાં મચશે તબાહી?

ચીનમાં કોરોના વાયરસ જેવો જ એક નવો વાયરસ મળ્યો છે. વુહાન લેબમાં આ વાયરસ મળી આવ્યો છે. આ વાયરસ માનવ સ્વાસ્થ્ય માટે એક નવું જોખમ ઉભું કરી શકે છે. આ વાયરસ મળ્યા પછી હવે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

1. મળી આવ્યો વધુ એક ખતરનાક વાયરસ

દુનિયામાં ફરી એકવાર નવો રોગચાળો વિનાશ વેરી શકે છે. ચીનમાં કોરોના જેવો બીજો એક નવો વાયરસ મળી આવ્યો છે. આ વાયરસના પ્રાણીઓથી માણસોમાં ફેલાવાનું જોખમ છે. આ નવો વાયરસ ચીનના વુહાન લેબમાં મળી આવ્યો છે.

2. માનવ સ્વાસ્થ્ય માટે એક નવા જોખમનો સંકેત

કોરોનાએ જે કહેર મચાવ્યો હતો, એને લોકો ભુલાવી શક્યા નથી. ત્યારે આ નવા વાયરસની શોધને કારણે ફરી એકવાર ગભરાટ ફેલાઈ ગયો છે અને લોકો ફરીથી ડરી રહ્યા છે. માહિતી અનુસાર, ચીનના વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સંશોધકોએ આ નવો વાયરસ શોધી કાઢ્યો છે. આ વાયરસ માનવ સ્વાસ્થ્ય માટે એક નવા જોખમનો સંકેત છે.

3. મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ

સંશોધકોના મતે, આ વાયરસ એ જ રીસેપ્ટર્સ દ્વારા કોષોમાં પ્રવેશ કરે છે જેમ કોરોનાવાયરસ કરે છે. આ વાયરસ મનુષ્યો અને અન્ય સસ્તન પ્રાણીઓના શરીરમાં મળી આવતા પ્રોટીન સાથે જોડાઈને કોષોને સંક્રમિત કરે છે. આ નવા વાયરસને મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે કે MERS તરીકે પણ ઓળખવામાં આવે છે.

4. 2600 લોકોમાં MERS વાયરસની પુષ્ટિ

રિપોર્ટ અનુસાર, 2012 થી મે 2024 સુધીમાં, લગભગ 2600 લોકોમાં MERS વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. આ વાયરસથી સંક્રમિત લોકોમાંથી 36 ટકા લોકો મૃત્યુ પામ્યા. વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ અનુસાર, તેના મોટાભાગના કેસ સાઉદી અરેબિયામાં જોવા મળ્યા છે. વુહાન વાયરસ રિસર્ચ સેન્ટર ચામાચીડિયામાં જોવા મળતા કોરોનાવાયરસ પર તેના કામ માટે જાણીતું છે.

5. કોરોનાએ આખી દુનિયામાં મચાવ્યો હતો હાહાકાર

કોરોના વાયરસ પણ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હોવાનું કહેવાય છે. આ પછી કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી હતી. કોરોનાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા. ચીનની વુહાન લેબમાં બનેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો.

6. વિશ્વભરમાં 15 મિલિયનથી વધુ લોકોના મોત

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 15 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા. WHO ના રિપોર્ટ મુજબ, ભારતમાં કોવિડને કારણે 47 લાખ મૃત્યુ થયા છે. પરંતુ ભારતે WHO ના આ ડેટા સામે વાંધો ઉઠાવ્યો હતો. ભારત સરકારનું કહેવું છે કે જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 સુધીમાં દેશમાં ફક્ત 4 લાખ 80 હજાર મૃત્યુ થયા છે.

 

sorce by

https://www.vtvgujarati.com/news-details/covid-19-like-dangerous-virus-in-discovered-china/6

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જન્માક્ષર
જીવંત ક્રિકેટ સ્કોર