રૂ.૨,૩૦,૦૦૦/-ના સ્કુટર/મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડી વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતાં-ફરતાં આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૨૨/૦૨/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન *બાતમી મળેલ કે,* પિયુષ ઉર્ફે પીલ્લો ગોહિલ નયન ઉર્ફે એન.કે. કાંબડ રહે.બંને ભાવનગરવાળા ભાવનગર, ગવર્નમેન્ટ કવાટર્સ સામે જેલ ગ્રાઉન્ડ પાસે નંબર પ્લેટ વગરના ચાર સ્કુટર/ મોટર સાયકલ લઇને ઉભા છે. જે સ્કુટર/ મોટર સાયકલ તેઓ કયાંકથી ચોરી અગર તો છળ કપટથી મેળવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે એલ.સી.બી.ના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના સ્કુટર/મોટર સાયકલ સાથે હાજર મળી આવતાં તેની પાસે આધાર કે રજી. કાગળો રજુ કરવા કહેતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ. જેથી આ સ્કુટર/મોટર સાયકલ શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરી તેઓ બંનેની વધુ પુછપરછ કરતાં *’’તેઓ બંનેએ છેલ્લાં સાતેક દિવસથી નયન ઉર્ફે એન.કે.ના સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર-GJ-04-EF 8893માં જઇને ભાવનગર, ઇસ્કોન મોલ રોડ ઉપર આવેલ શેલના પેટ્રોલ પંપ પાસેથી એકસેસ સ્કુટર અને તેઓ બંનેએ તેમના અન્ય બે મિત્રો સાથે મળીને કાળીયાબીડ રોડ ઉપરથી સ્પ્લેન્ડર, તેનાથી થોડે આગળની સફેદ કલરનું એકસેસ સ્કુટર અને રીંગ રોડ ઉપરથી સુઝુકી કંપનીના બર્ગમેન સ્કુટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.’’* આ અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
1. નયન ઉર્ફે એન.કે. દિલીપભાઇ કેશુભાઇ કાંબડ ઉ.વ.૨૩ ધંધો- અલંગના સ્ક્રેપનો રહે.શેરી નંબર-૦૪, ફાચરીયાવાડ, વડવા, ભાવનગર
2. પિયુષ ઉર્ફે પીલ્લો અશોકભાઇ મેરાભાઇ ગોહિલ ઉ.વ.૨૦ ધંધો- હિરાની ઓફિસમાં નોકરી રહે.મફતનગર, ફુલેશ્વર મહાદેવની બાજુમાં, ફુલસર, ભાવનગર
3. દર્શન ભેસલા રહે.મુખ્ય મંત્રી આવાસ યોજના,ફુલસર,ભાવનગર *(પકડવાના બાકી)*
4. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર *(પકડવાના બાકી)*
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-
1) મેટ બ્લ્યુ કલરનું સુઝુકી કંપનીનું આગળ-પાછળ રજી.નંબર વગરનું એન્જીન નંબર- AF218236586 ચેસીઝ નંબર-MB8DP12PMR8C98144વાળું એકસેસ સ્કુટર કિ.રૂ.૬૦,૦૦૦/-
2) કાળા કલરનું સુઝુકી કંપનીનું આગળ-પાછળ રજી.નંબર વગરનું એન્જીન નંબર-AF216648713 ચેસીઝ નંબર-MB8EA11DDMB192090વાળું બર્ગમેન સ્કુટર કિ.રૂ.૭૦,૦૦૦/-
3) સફેદ કલરનું સુઝુકી કંપનીનું આગળ-પાછળ રજી.નંબર વગરનું એકસેસ સ્કુટર એન્જીન નંબર- AF211359904 ચેસીઝ નંબર-MB8DP11AFH8465468વાળું એકસેસ સ્કુટર કિ.રૂ.૫૦,૦૦૦/-
4) કાળા કલરનું હિરો કંપનીનું આગળ-પાછળ રજી.નંબર વગરનું એન્જીન નંબર-HA11EDM5C05661 ચેસીઝ નંબર-MBLHAW125M5C45911વાળું સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/-મળી *કુલ રૂ.૨,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ*
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
1. નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૫૦૨૦૮/૨૫ B.N.S કલમઃ ૩03 (2) મુજબ
2. ભરતનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૫૦૦૯૩/૨૫ B.N.S કલમઃ ૩03 (2) મુજબ
3. અન્ય બે વાહન અંગે ઇ-એફ.આઇ.આર. નોંધાવવામાં આવેલ.
પકડાયેલ માણસોનો ગુન્હાહિત ઇતિહાસઃ-
આ પકડાયેલ બંને ઇસમો અગાઉ નિલમબાગ પોલીસ સ્ટેશન તથા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હાઓમાં પકડાય ગયેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, રાજેન્દ્દસિંહ સરવૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ
