ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ.
આજરોજ તા.૧૨/૦૩/૨૦૨૫ ના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇગ્લીંશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી આકાશ ઉર્ફે કાલી રહે.હાલ-સુરત શહેર, મુળગામ-લાલાવદરા, તા./જી.અમરેલી વાળો હાલ શિહોર બસ સ્ટેશનમાં ઉભો હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઇ આરોપીની તપાસ કરતાં નીચે મુજબનો નાસતો-ફરતો આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ કરેલ છે.
નાસતા-ફરતાં આરોપી :-
આકાશ ઉર્ફે કાલી ભરતભાઈ મોરવાડિયા ઉવ.૨૩ ધંધો.વેપાર રહે.બ્લોક નં.૧૯૭, સહજાનંદ સોસાયટી, એલ.એસ. રોડ, વરાછા, સુરત મુળગામ. લાલાવદરા, તા./જી.અમરેલી
આરોપીને પકડવાનો બાકી ગન્હો:-
ભાવનગર, પાલીતાણા ટાઉન પો.સ્ટે. પાર્ટ-સી ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૪૦૭૪૩/૨૦૨૪ પ્રોહી. કલમ. ૬૫(એ)(એ), ૧૧૬(બી),૮૧, મુજબ.
કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા, પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હરેશભાઇ ઉલવા, હીરેનભાઇ સોલંકી, નીતીનભાઇ ખટાણા, મહેશભાઇ કુવાડીયા, પ્રજ્ઞેશભાઇ પંડયા
