ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૧,૭૨,૮૦૦/-સહિત કુલ રૂ.૪,૯૭,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૩/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *બાતમી મળેલ કે,* હિતેન્દ્દસિંહ હેમંતસિંહ ગોહિલ રહે.દરબારગઢ, તા.જી.વરતેજ, ભાવનગર તથા વિશ્વરાજસિંહ જાડેજા રહે.ભચાઉ જી.ભુજવાળા તેઓના કબ્જા-ભોગવટાની મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇકો કાર રજી.નંબર-GJ-12-DM 8278માં ભાવનગર,વરતેજ-ફરિયાદકા રોડ ઉપર આવેલ કબ્રસ્તાન પાસે રોડ ઉપર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો હેરફેર કરે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબની કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક બોટલો મળી આવેલ. તેઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. હિતેન્દ્દસિંહ હેમંતસિંહ ગોહિલ ઉ.વ.૨૫ ધંધો-ટ્રાવેલ્સ બુકીંગ રહે.દરબારગઢ, વરતેજ, તા.જી.ભાવનગર
2. વિશ્વરાજસિંહ અશોકસિંહ જાડેજા ઉ.વ.૧૯ ધંધો-કાંઇ નહિ રહે.દરબારગઢ, ભચાઉ, જી.ભુજ (કચ્છ)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેકડોવેલ્સ નં.૧ ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ લખેલ 750 MLની બોટલ નંગ-૧૮૦ કિં.રૂ.૧,૦૮,૦૦૦/-
2. મેકડોવેલ્સ નં.૧ વ્હીસ્કી ઓરીજનલ લખેલ 750 MLની બોટલ નંગ-૧૦૮ કિં.રૂ.૬૪,૮૦૦/-
3. મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની રજી.નંબર-GJ-12-DM 8278 ઇકો કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
4. આલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી *કુલ કિ.રૂ.૪,૯૭,૮૦૦/-નો મુદ્દામાલ*
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી
