સોમનાથ જિલ્લાનારાવળદેવ સમાજની જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત:ગામની સમસ્યાઓ અને વિકાસ બાબતે ચર્ચાઓ થઈ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા નું જિલ્લાનાં રાવળદેવ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરાયું
ગીર સોમનાથ જિલ્લામાં ના રાવળદેવ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા ને ગામની અમુક સમસ્યાઓ અને વિકાસ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ કલેકટરને રાવળ દેવ સમાજ દ્વારા સ્મશાન બાબતની રજૂઆત કરવામાં આવી હતી તેમજ અરણેજ ગામે આવેલ સ્મશાનની જગ્યા બાબતે પણ કામ વાત કરવામાં આવી હતી તેમજ માતાજીના મંદિર માટે પણ જાણ કરવામાં આવી હતી. કલેકટર સાથે ની સમાજ ની આ મુલાકાતમાં વિઠ્ઠલભાઈ પરમાર, રમેશભાઈ રાઠોડ,. કનુભાઈ સોઢા , શિવુભાઈ ચૌહાણ હરિભાઈ પરમાર, લાખાભાઈ પરમાર ગાંડાભાઈ ચોહાણ
નાનજીભાઈ પરમાર સહિતના આગેવાનો કલેકટર સાહેબને મળ્યા હતા અને સાહેબનું સન્માન પણ કર્યું હતું.
